લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતીય મૂળની સ્વાતિએ મંગળ પર પર્સીવરેન્સ રોવરના લેન્ડિંગની જવાબદારી સંભાળી,જીવનની શકયતા શોધશે

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું પર્સીવરેન્સ માર્સ રોવર મંગળ પર જીવનની શોધ માટે ઉતર્યું છે. જેમાં તેણે ભારતીય સમય અનુસાર ગુરુવારે અને શુક્રવાર દરમિયાન રાતે લગભગ બે વાગ્યે માર્સની સૌથી ખતરનાક ધરી જજીરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું હતું.આમ આ ધરી પર ક્યારેક પાણી હતું.આમ અત્યારસુધીના ઈતિહાસમાં રોવરનું માર્સ પર સૌથી ચોક્કસ લેન્ડિંગ છે.પર્સીવરેન્સ રોવર મંગળ પરથી પહાડોના નમૂના લઈને આવશે.આમ આ રોવરનું લેન્ડિંગ ભારતીય મૂળની સ્વાતિ મોહને સંભાળ્યું હતું.

સ્વાતિએ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવી હતી.અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં માર્સ પર્સિવરેન્સ રોવર મિશનના લેન્ડિંગ દરમિયાન એક મહિલા સતત સમગ્ર વિશ્વને રોવરની સ્થિતિ વિશે જણાવી રહી હતી.જે મહિલા ભારતીય મૂળની અમેરિકાની વૈજ્ઞાનિક સ્વાતિ મોહન છે.આમ સ્વાતિ મોહન માર્સ પર્સિવરેન્સ રોવર મિશનનો હિસ્સો વર્ષ 2013થી છે.સ્વાતિ જ્યારે એક વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અમેરિકા શિફ્ટ થયા હતા.સ્વાતિ મોહને વોશિંગ્ટન ડીસીની નોર્ધન વર્જિનિયા વિસ્તારમાં આવેલી હેફીલ્ડ હાઈસ્કુલમાંથી પ્રાઈમરી એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે.સ્વાતિ મોહને કોર્નેલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્ડ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં બી.એસ કર્યું છે.જે પછી તેમણે MS અને Ph.d કર્યું છે.જેમાં તેમનો વિષય એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સ હતો.

આમ આ 6 પૈડાવાળુ રોબટ સાત મહિનામાં 47 કરોડ કિલોમીટરની યાત્રા પુરી કરીને ઝડપથી પોતાના લક્ષ્યની નજીક પહોંચ્યું છે.આમ અંતિમ સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક રહી તે સમયે તે માત્ર 7 મિનિટ 12 હજાર માઈલ પ્રતિકલાકની ગતિથી આવ્યું તે પછી લેન્ડિંગ થયું હતું.આમ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ તેમની ઓફિસમાં આ લેન્ડિંગ જોયું હતું.

આમ આ મિશન અત્યારસુધીનું સૌથી એડવાન્સ્ડ રોબોટિક એક્સપ્લોરર છે.આમ વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેક જીવન હતું તો તેના સંકેત અવશેષોના રૂપમાં મળી શકશે.

આમ મંગળ ગ્રહના વીડિયો અને અવાજ રિકોર્ડ કરવા માટે પર્સીવરેન્સ રોવરમાં 23 કેમેરા અને બે માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે.રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલુ પ્રથમ હેલિકોપ્ટર પણ છે. તેના માટે પેરાશૂટ અને રેટ્રોરોકેટ પણ લગાવવામાં આવ્યા છે તેના દ્વારા સ્મૂધ લેન્ડિંગ થઈ શકે.ત્યારે રોવર બે વર્ષ સુધી જજીરો ક્રેટરને એક્સપ્લોર કરશે.નાસાના માર્સ મિશનનું નામ પર્સીવરેન્સ માર્સ રોવર અને ઈન્જીન્યુટી હેલિકોપ્ટર છે.પર્સીવરેન્સ રોવર 1000 કિલોગ્રામનું વજન ધરાવે છે તે પરમાણુ ઉર્જાથી ચાલશે.આમ પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લૂટોનિયમના ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે.આ રોવર મંગળ ગ્રહ પર 10 વર્ષ સુધી કામ કરશે.તેમાં 7 ફુટનો રોબોટિક આર્મ,23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે.જ્યારે હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

આ રોવરની સાથે 1.1 કરોડ લોકોના નામ ત્રણ સિલિકોન ચિપ્સ પર લખીને મોકલવામાં આવ્યા છે.આમ આ પહેલા પણ નાસા ચાર રોવર મંગળની સપાટી પર ઉતારી ચૂકી છે.પર્સીવરેન્સ નાસાની ચોથી પેઢીનું રોવર છે.આ પહેલા પાથફાઈન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું.તે પછી વર્ષ 2004માં સ્પિરિટ અને ઓપરચ્યુનિટીને મોકલવામાં આવી.જ્યારે વર્ષ 2012માં ક્યૂરિઓસિટી મંગળ પર ગયું હતું.