ભારતીય અમેરિકન પરિવારની સરેરાશ વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ ડોલર એટલે કે ૮૭ લાખ છે.જે અમેરિકામાં વસતા અન્ય તમામ દેશના લોકો તેમજ શ્વેત અમેરિકન્સ કરતાં પણ વધુ છે.ત્યારે ભારતીય સહિતના કેટલાક પરિવાર જૂથો ઘણી ઊંચી આવક ધરાવે છે.જેમકે,અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોની સરેરાશ વાર્ષિક આવક ૧,૧૯,૮૫૮ ડોલર,બર્મીઝ પરિવારોની ૪૫,૩૪૮ ડોલર,અશ્વેત પરિવારોની આવક ૪૧,૫૧૧ ડોલર અને લેટિન પરિવારોની સરેરાશ વાર્ષિક આવક ૫૧,૪૦૪ ડોલર છે.
આમ એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આલેન્ડર્સના પેટાજૂથોના આર્થિક આંકડાની પેટર્ન વિવિધ ઇન્ડિકેટર્સ સાથે મળતી આવે છે.જેમાં ગરીબીનો દર,ઘરની માલિકીનો દર અને ભાડાનો બોજ સહિતના માપદંડ સામેલ છે.એશિયન પરિવારોની સરેરાશ આવક ૮૭,૧૯૪ ડોલર છે,જે અશ્વેત લોકોના ૪૧,૫૧૧ ડોલર,લેટિન પરિવારોના ૫૧,૪૦૪ ડોલર અને શ્વેત પરિવારોના ૬૭,૯૩૭ ડોલરની તુલનામાં ૧.૨-૨ ગણી છે.આ બાબત સૂચવે છે કે,અમેરિકામાં વસતા એશિયન પરિવારો ઘણી સારી સ્થિતિમાં છે.જોકે આ પેટર્ન એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આલેન્ડર્સના પેટાજૂથોમાં આવકની નોંધપાત્ર અસમાનતા દર્શાવે છે.આમ ઉલ્લેખનીય છે કે,વિવિધ પેટાજૂથોની તુલના ગરીબીનો દર,મકાનની માલિકીનો દર,ભાડાનો બોજ સહિતના વિવિધ ઇન્ડિકેટર્સના આધારે કરવામાં આવી છે.અમેરિકામાં ભારતીય-અમેરિકન્સની વસતી અંદાજે ૪૦ લાખ છે જેઓનું અમેરિકાના અર્થતંત્રના ઝડપી વિકાસમાં આ લોકોનું મહત્વનું યોગદાન છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved