લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય સેનામા પ્રથમ વખત 101 મહિલા સૈનિકોની ટુકડી સામેલ થશે

ભારતીય સેનામા એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.જેમાં ભારતીય મહિલા સૈનિકોની પ્રથમ ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે.જેમાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય વર્ષ 2017માં લેવાયો હતો.ત્યારપછી ડિસેમ્બર 2019માં 101 મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી.ત્યારે વર્તમાનમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.જે ટ્રેનિંગની શરૂઆત જાન્યુઆરીમાં થઈ હતી.જેમાં કુલ 61 વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે.

આમ વર્તમાન સમયમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરૂઆત વર્ષ 1992માં થઈ હતી.તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી તેમને સેનામાં એન્ટ્રી મળતી હોવાથી તે માત્ર લેફટેનન્ટ કર્નલના પદ સુધી જ પ્રમોટ થઈ શકતી હતી.ત્યારબાદ હવે ઓફિસર સિવાયની પોસ્ટ માટે મહિલાઓને પ્રથમ વખત સેનામાં સામેલ કરવામાં આવી છે.

આમ ભારતીય સેના વર્ષ 2030 સુધીમાં 1700 મહિલા સૈનિકોને સેનામાં મિલિટરી પોલીસ તરીકે સામેલ કરવા માંગે છે.ત્યારે બીજીતરફ વર્ષ 2019માં સેનાએ મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન આપવાનુ એલાન કર્યુ હતુ.આ નિર્ણયના કારણે મહિલા અધિકારીઓ કર્નલ, બ્રિગેડિયર કે જનરલ રેન્કના હોદ્દા સુધી પહોંચી શકશે.