લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતના અવકાશયાત્રીઓની રશિયામાં ચાલી રહેલી તાલીમ પૂર્ણતાના આરે પહોચી

ભારત પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનુ છે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.ત્યારે મિશન ગગનયાન માટે ચાર અંતરિક્ષયાત્રીઓને મોકલવાના છે.જેમની તાલિમ પૂર્ણ થવાની તૈયારીમાં છે.આ તાલીમ દરમિયાન તેમને અંતરિક્ષમાં કેવી રીતે જીવવાનુ છે તેનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે.રશિયામાં તેમની ટ્રેનિંગ પુરી થયા બાદ તેઓ ભારત આવશે અને એ પછી ગગનયાન થકી તેમને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
આમ આ મિશન પાછળ 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ઈસરોનુ લક્ષ્યાંક આગામી વર્ષે ગગનયાન થકી ભારતના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનુ છે.