લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત એશિયા કપની ટૂર્નામેન્ટમાં બી લેવલની ટીમ મોકલી શકે છે,રાહુલને કપ્તાની આપી શકે છે

આ વર્ષે જૂનમાં થનાર એશિયા કપને શ્રીલંકામાં કરાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ત્યારે ગયા વર્ષે કોરોનાને લીધે આ ટૂર્નામેન્ટ સ્થગિત કરાઈ હતી.તેવામાં આગામી જૂન માસમાં ભારતને આઇ.સી.સી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમવાની છે.તેવામાં ભારતની બી લેવલ ટીમને ટૂર્નામેન્ટમાં મોકલવામાં આવી શકે છે.જે ટીમની કપ્તાની લોકેશ રાહુલને સોંપવામાં આવી શકે છે.

ભારતે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે 18 થી 22 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે.તે પછી ભારતીય ટીમ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની શ્રેણી રમશે.જે શ્રેણી સમાપ્ત થતાંની સાથે જ T-20 વર્લ્ડકપની શરૂઆત થઈ જશે.જેના કારણે એશિયા કપને જૂનથી આગળ વધારી શકાય નહી.