ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે.જેમાં ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ફક્ત ૩૮ રન આપી છ વિકેટ ઝડપીને તેને પેવેલિયન ભેગી કરનારો અક્ષર પટેલ ડે-નાઇટ ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.આમ ઇંગ્લૈંડના કેપ્ટન જો રૂટે જ્યારે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો ત્યારે કલ્પના પણ કરી ન હતી કે ડાબેરી સ્પિનરની સ્પિન બોલિંગ ઇંગ્લેન્ડને એકદમ નીચા સ્કોરે પેવેલિયન ભેગા કરી દેશે.
આમ અક્ષર પટેલે ૨૧.૪ ઓવરમાં ૩૮ રન આપી ૬ વિકેટ જડપી હતી.તેણે છ ઓવર મેઇડન નાખી હતી.આમ તેણે પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડ સામે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી.જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ઓપનર ઝાક ક્રોવલીએ 10 ચોગ્ગાની મદદથી ૮૪ બોલમાં ૫૩ રન કરીને ભારતના બોલિંગ આક્રમણનો પ્રતિકાર કરી શક્યો હતો.પરંતુ તે પણ છેવટે અક્ષર પટેલનો ભોગ બન્યો હતો.
ડે-નાઇટ ટેસ્ટમાં શ્રેષ્ઠ બોલિંગ પર્ફોર્મન્સ વેસ્ટઇન્ડિઝના દેવેન્દ્ર બિશૂએ વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાન સામે કર્યુ હતુ.જેમાં તેણે ૪૯ રન આપીને પાકિસ્તાનની ૮ વિકેટ ઝડપી હતી.આ સાથે તેણે ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટની સિદ્ધિ નોંધાવી હતી.આ સિવાય ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૧૫માં રમાયેલી સૌપ્રથમ પિન્ક બોલ ડે-નાઇટ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.આમ ઓસ્ટ્રેલિયાની ટીમ સાત ડે-નાઇટ ટેસ્ટ રમ્યું છે જેમાં તમામ ડે-નાઇટ ટેસ્ટ જીતી છે.જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્ક સાત પિન્કબોલ ટેસ્ટમાં ૪૨ વિકેટ ઝડપી ચૂક્યા છે.જેમાં પણ પાંચ કે તેથી વધુ વિકેટ બે વખત ઝડપી છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved