લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈશાંત શર્મા મોટેરા ખાતેની ટેસ્ટ મેચમાં 100મી ટેસ્ટ રમશે

અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ પર આગામી ૨૪ ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામેની ટીમ ઇન્ડિયાની ત્રીજી ટેસ્ટની શરૂઆત થશે.આમ જો આ ટીમમાં ફાસ્ટબોલર ઈશાંત શર્માને સામેલ કરવામાં આવશે તો તે ઈશાંત શર્માના કેરિયરની ૧૦૦મી ટેસ્ટ હશે.આમ દિલ્હી તરફથી ઘરઆંગણાની ક્રિકેટ રમતા ઈશાંત તાજેતરમાં જ ઇજામાંથી બહાર આવીને ટીમમાં સ્થાન મેળવ્યું છે.આમ ૩૨ વર્ષના ઈશાંતે વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને બાંગ્લાદેશના મીરપુરમાં તેની પ્રથમ ટેસ્ટ કેરિયરની શરૂઆત થઇ હતી.ઈશાંતે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમિયાન તેની ૩૦૦ વિકેટ પૂરી કરી છે.આ સાથે ઈશાંત ૧૦૦ ટેસ્ટ રમનાર ફક્ત બીજો ફાસ્ટબોલર બનશે.આમ તેની પહેલાં ફક્ત ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલદેવ ૧૦૦ ટેસ્ટ રમ્યા છે.આમ ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેમાં તેનો ક્રમ ૧૧મો છે.આમ ઈશાંતે અત્યારસુધીમાં ૯૯ ટેસ્ટમાં ૩૦૨ વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ ૭૪ રન આપીને 7 વિકેટ છે.સમગ્ર કેરિયર દરમિયાન તેમણે ૧૧ વખત પાંચ વિકેટ ઝડપી છે.