નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટસત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જે અનુસાર કોરોનાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 7.7 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.ત્યારે વર્ષ 2021-22માં GDPમાં 11%નો વિકાસ રહેશે.તેમ છતાં અર્થતંત્રને મહામારીના પહેલાંના સ્તરે પહોંચવામાં વધુ બે વર્ષનો સમય લાગશે.
આમ એપ્રિલથી જૂન 2020 દરમિયાન કોરોનાથી લોકડાઉનને કારણે GDPના કદમાં 23.9%નો ઘટાડો થયો હતો.આમ અનલોક શરૂ થયા પછી પરિસ્થિતિમાં સુધારો થયો તો સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઘટાડો માત્ર 7.5% રહ્યો.આ રીતે 2020-21ના પહેલા ભાગમાં જીડીપીના કદમાં 15.7%નો ઘટાડો થયો છે.આમ બીજા ભાગમાં માત્ર 0.1%નો ઘટાડો થશે.જોકે આ પાછળનું મોટું કારણ સરકારી ખર્ચમાં વધારો થવાનું છે.
આ વર્ષે અર્થતંત્ર માટે સૌથી મોટો આધાર એ કૃષિ છે.એનો વિકાસદર 4.4% રહેવાની ધારણા છે.GDPમાં પણ એનો હિસ્સો વધશે.વર્ષ 2019-20માં એ 17.8% હતો,જે આ વર્ષે 19.9% રહેશે.કૃષિ સિવાય અર્થતંત્રનાં બે ક્ષેત્ર ઉદ્યોગ અને સેવાઓ છે.જે ઉદ્યોગમાં વર્તમાન નાણાકીય વર્ષમાં એ 9.6% ઘટવાની ધારણા છે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો બે મહિનાથી આંદોલન કરી રહ્યા છે,જોકે સર્વેમાં આ કાયદાઓની પ્રશંસા કરવામાં આવી રહી છે.નવા કાયદાથી નાના ખેડૂતોને ફાયદો થશે.પ્રોસેસર્સ,હોલસેલર અને મોટા રિટેલરો સાથે વ્યવહાર કરતી વખતે ખેડૂતોને વધુ અધિકારો રહેશે.દેશના કુલ ખેડૂતોમાં 85% નાના ખેડૂત છે.આમ ખેતીની અનિશ્ચિતતાને જોતાં હજી પણ જોખમ ખેડૂતો માટે છે.નવા કાયદાઓથી જોખમ તે લોકો માટે હશે,જેઓ ખેડૂતોની સાથે કોન્ટ્રેક્ટ ખેતીની સમજૂતી કરશે.ખેડૂતો તેમના પાકનો ભાવ નક્કી કરી શકશે.તેમને ત્રણ દિવસમાં એનું પેમેન્ટ પણ મળી જશે.
હેલ્થકેર પર સરકારી ખર્ચને જીડીપીના 2.5 થી 3% સુધી વધારવો જોઈએ.આ વર્ષ 2017ની નેશનલ હેલ્થ પોલિસીમાં પણ આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આરોગ્ય માળખાના ખર્ચમાં વધારો થવો જોઈએ.ટેલિમેડિસિનને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે.આમ આ સર્વેમાં આર્થિક વિકાસદરને વેગ આપવા માટે અપનાવવામાં આવેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે.જો તેને ત્રીજા સ્થાને પહોંચવું હોય તો નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં પણ આ વર્ષે 4.4%નો ઘટાડો રહેશે.વિકસિત દેશોની અર્થવ્યવસ્થાને કોરોનાને કારણે વધુ નુકસાન થયું છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved