લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં વિહિકલ સ્ક્રેપજ પોલિસીની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂની કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે,એનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે.ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે.ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે.ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે.નાણામંત્રીએ કહ્યું હતું કે પર્સનલ વિહિકલને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવાં પડશે.

આમ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી મહિનાથી ઓટો સેક્ટર માટે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ઓટો સેક્ટરને રાહત આપવાનો છે.આ પોલિસી અંતર્ગત તમારી જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચવી પડશે,જે બાદ એક પ્રમાણપત્ર મળશે.એને જોઈને નવી કાર ખરીદનારાઓનું કાર રજિસ્ટ્રેશન નિઃશુલ્ક કરવામાં આવશે જેમાં માનવામાં આવે છે કે આ નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે સાથે જ એનાથી દેશમાં મોટેપાયે ભંગાર કેન્દ્ર બની જશે તેમજ મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા સાથે ઓટોમોબાઈલ સેક્ટરને રિસાઇકલમાં સસ્તામાં સ્ટીલ,એલ્યુમિનિયમ,પ્લાસ્ટિક જેવા પાર્ટ્સ મળી શકશે.

આમ ગત વર્ષે સપ્ટેમ્બર 2020માં ઓટોમેટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ વાર્ષિક સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જણાવ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અંતિમ તબક્કામાં છે.ત્યારે આ અંગેની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર 15 વર્ષ જૂનાં વાહનોને સડકથી હટાવવા માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે.એનો હેતુ 15 વર્ષ જૂની ગાડીઓને પ્રોત્સાહન આપવાનો છે.એ માટે વાહનોના Re-Registration કરવા પર અનેક ગણો ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે.

આમ સ્ક્રેપેજ પોલિસીમાં જૂની કારને ફરીથી રજિસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.એટલું જ નહીં કોમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટને દર 6 મહિનામાં રિન્યુ કરવા અને સાથે જ ફિટનેસ સર્ટિફિકેટની ફી પણ અનેકગણી વધારવાનો પ્રસ્તાવ છે.આમ ઓટો સ્ક્રેપેજ પોલિસી લાગુ થયા બાદ જો કોઈ કાર ખરીદે છે અને એની કિંમત 10 લાખ રૂપિયા છે તો આ કાર પર 30 ટકાની ગણતરીએ લગભગ 3 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની વાત થઈ રહી છે એવું એટલા માટે કે નવી કાર પોલ્યુશન ઓછું કરે છે,સાથે જ ઓટો ઈન્ડસ્ટ્રીને પણ એનાથી સહારો મળશે.ઓટોમોબાઈલ સેક્ટર પણ ઓટો સ્ક્રેપેજ પોલિસીનું સમર્થન કરી રહ્યું છે.

જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર જીએસટી 50 થી 100% છૂટ મળવાની શક્યતા છે.જોકે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.નવી નીતિથી સરકારને જીએસટીથી 9600 કરોડ રૂપિયા અને એ બાદ પાંચ વર્ષમાં 4900 કરોડનો લાભ થવાની શક્યતા છે.આ જૂનાં વાહનસ્ક્રેપમાં ગયા બાદ વાહનમાલિક નવાં વાહન ખરીદશે,જે કેન્દ્ર અને રાજ્યોને જીએસટીથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે.જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે.આગામી વર્ષથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે.કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50 થી 55 ટકા હોય છે.આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાની સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવો પડે.

આગામી એક વર્ષમાં 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે.હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.

સ્ક્રેપેજ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે,પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે.આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બે થી ત્રણ ગણી કરી દેવાઈ છે,જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરશે.