લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રાહતના સમાચાર / RBIએ નવા નાણાકીય વર્ષે સામાન્ય માણસને આપી મોટી ભેટ,હોમલોન ઉપર ગ્રાહકોને મળશે આટલો ફાયદો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ઘરના સપના જોનારા લોકોને નવા નાણાકીય વર્ષમાં ખુશીના સમાચાર મળી રહ્યાં છે.આર.બી.આઈએ આ નિર્ણય લેવા પાછળ આ લોકોને પણ ફાયદો મળશે.જેણે નોન બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપની કે પછી માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓમાંથી લોન લીધી છે.નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિકથી આવા ગ્રાહકોને હવે વ્યાજ ઓછું ચુકવવું પડશે.તેનો ફાયદો નવા ગ્રાહકોને પણ મળશે અને જૂના ગ્રાહકોને પણ મળશે,તેણે ફ્લોટિંગ રેટ ઉપર લોન લીધી છે.

સરેરાશ બેઝિક પોઈન્ટમાં 0.15 ટકાનો ઘટાડો

રિઝર્વ બેંક તરફથી નવા બેઝિક પોઈન્ટ જાહેર કરવામાં આવી છે.આ દેશના 5 સૌથી મોટી કોમર્શિયલ બેંકોની એવરેજ બેઝ રેટ છે.આ બેંકોની એવરેજ બેઝ રેટ 31 માર્ચ,2021ના રોજ પૂર્ણ થતા ત્રિમાસીક દરમયન 0.15 ટકા ઘટ્યો છે.પહેલા આ દર 7.96 ટકા હતો જે હવે ઘટીને 7.81 ટકા થઈ ગયો છે.બે વર્ષમાં એવરેજ બેઝ રેટ આશરે 1.40 ટકા ઘટ્યો છે.જે 30 જૂન, 2019ના 9.21 ટકા હતો.તે પોતાનું મકાન કે ફ્લેટ ખરીદવાની ઈચ્છા રાખતા લોકોને કે ખરીદી ચુકેલા લોકોને હોમલોનમાં ફાયદો મળશે.

હોમ લોન ગ્રાહકોના હપ્તા ઉપર પડશે આ અસર

આરબીઆઈ દર ત્રિમાસીકમાં આખરે બેઝિક આધાર દરના આંકડા જાહેર કરે છે.જે એન.બી.એફ.સી અને એમ.એફ.આઈ માટે બેંચમાર્ક રેટનું કામ કરે છે.સામાન્ય રીતે એન.બી.એફ.સી અને એમ.એફ.આઈની વ્યાજ દરો વધારે હોય છે.જેના કારણે રિઝર્વ બેંકે આ વિશેષ વ્યવસ્થા કરી છે.આર.બી.આઈ 5 મોટી કોમર્શીયલ બેંકોની એવરેજ બેઝ રેટ જાહેર કરે છે.જે એન.બી.એફ.સી અને એમ.એફ.આઈ માટે બેંચમાર્ક રેટ હોય છે.સરેરાશ આધાર દરમાં ફેરફારથી હોમલોન કે કંઝ્યુમર લોન ગ્રાહકોના ઈએમઆઈ ઉપર સીધી અસર પાડે છે.