લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતીય કોરોના સ્ટ્રેન દુનિયાના 44 દેશોમા જોવા મળ્યો

ભારતમાં કોરોના વાઈરસના જે સ્ટ્રેન કે વેરિઅન્ટથી બીજી લહેરમા ભારે વિનાશ થયો છે તે સ્ટ્રેન જીવલેણ સાબિત થયો છે તે દુનિયાના અનેક દેશોમાં જોવા મળ્યો છે.આમ આ બાબતે સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતું કે કોરોનાનો બી.1.617 સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં ગયા વર્ષે ઓકટોબરમાં જોવા મળ્યો હતો જે દુનિયાના 44 દેશોમાં ફેલાઈ ગયો છે.જે દેશોમાંથી આ સ્ટ્રેનના 4500 જેટલા સેમ્પલ એકત્ર કરાયા છે.આમ કોરોનાના બી.1.617 પ્રકારના સૌથી વધુ કેસ ભારત પછી બ્રિટનમાં જોવા મળ્યા છે.આ વાઈરસમાં મૂળ વાઈરસની સરખામણીમાં થોડોક અલગ મ્યુટેશન અને કેરેક્ટર મળી આવ્યા છે.તેથી તેને બ્રિટન,બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાંથી મળેલા વેરિઅન્ટસમાં મૂકવામાં આવ્યો છે.