લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ખાનગીકરણના વિરોધમાં આગામી તા.15,16 માર્ચે બેંક હડતાલનું એલાન કરાયું

રાષ્ટ્રીયકૃત બેંકોની ખાનગીકરણની ચાલુ થયેલી હીલચાલનો વિરોધ બેંક કર્મચારી યુનીયને શરૂ કર્યો છે ત્યારે આગામી તા.15 તથા 16 માર્ચના એમ બે દીવસની બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યુ છે.જેમાં ઓલ ઇન્ડીયા બેંક એમ્પલોઇ એસોસીએશનના જનરલ સેક્રેટરીએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે સરકારે રાષ્ટ્રીયકૃત બેંકો કે જે હવે તેના સુધારાના માર્ગે છે તેનું ખાનગીકરણ કરવુ જોઇએ નહી.તેઓએ ખેડુતોના આંદોલન મુદે પણ ટેકો જાહેર કર્યો હતો.આમ આ બાબતે જણાવ્યુ હતુ કે ર જાહેર ક્ષેત્રની બેંકો,જાહેર ક્ષેત્રની એક વિમાકંપની તથા આઇડીબીઆઇ બેન્કનું ખાનગીકરણ કરવા સરકારનો ઇરાદો છે.આમ સરકારે અગાઉ પણ બેંકોનું વીલીનીકરણ કરીને મોટી બેંક બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.ત્યારે હવે જયારે બેન્ક ઓફ બરોડા સહીતની મોટી બેંકો બની ગઇ છે ત્યારે સરકાર તેના ખાનગીકરણના માર્ગે આગળ વધે છે જે યોગ્ય નથી.આમ દશકાઓની જહેમત બાદ ભારતમાં સરકારી બેંકો હવે મજબુત બનવા જઇ રહી છે ત્યારે ખાનગીકરણનો વિરોધ કરીએ છીએ અને તા.15 તથા 16 માર્ચના રોજ દેશભરમાં ઓલ ઇન્ડીયા બેંક એમ્પલોઇ એસોએ બે દીવસની હડતાલ પર જશે.આમ આ હડતાલને કારણે સતત 4 દીવસ સુધી બેંકો બંધ રહેતા બેકીંગ કામકાજ ખોરવાઈ જશે.