લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતમાં પેટ્રોલનો ભાવ સદીની નજીક,જ્યારે આ દેશમાં પેટ્રોલનો ભાવ દોઢ રૂપિયા

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે.ત્યારે સતત વધી રહેલી કિંમતોના કારણે ભારતમાં કેટલીક જગ્યાએ પેટ્રોલે સદી ફટકારી દીધી છે.ત્યારે મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિલિટિર રૂપિયા 97ને વટાવી ગયો છે.આમ દુનિયાના કેટલાક દેશોમાં પેટ્રોલ સસ્તુ મળે છે.જેમાં પ્રથમ ક્રમે વેનેઝુએલા દેશ આવે છે.જે દેશ ક્રુડ ઓઈલનુ ઉત્પાદન પણ કરે છે અને દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ પણ મળે છે.આમ આ દેશમાં ભારતીય ચલણ પ્રમાણે એક લિટર પેટ્રોલનો ભાવ માત્ર દોઢ રૂપિયા છે.જ્યારે બીજા ક્રમે ઈરાન દેશ છે.જે ભારતને ક્રુડ ઓઈલ સપ્લાય કરતા દેશમાં પેટ્રોલનો ભાવ 4.50 રૂપિયા છે.
આમ અંગોલા દેશમાં પેટ્રોલનો ભાવ 17.82 રૂપિયા છે.ત્યારબાદ અલ્જિરિયા દેશમાં પેટ્રોલનો ભાવ 25.15 રૂપિયા છે,કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત 25.25 રૂપિયા જેટલી છે