લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને બોર્ડ સાત કરોડ આપશે

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં રમતની સાથે પૈસા કમાવવાની બાબતમાં પણ રેકોર્ડ સર્જી રહ્યો છે.ત્યારે બોર્ડે ફરી એકવખત ભારતીય ક્રિકેટરોના એક વર્ષના વાર્ષિક કોન્ટ્રાક્ટનુ લિસ્ટ જાહેર કર્યુ છે.જેમાં વિરાટ કોહલી,રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને બોર્ડે એ પ્લસ કેટેગરીમાં મુકયા છે.જે કેટેગરીમાં ખેલાડીઓને વર્ષે સાત કરોડ રૂપિયા સેલેરી મળે છે.જયારે એ ગ્રેડમાં જે ખેલાડીઓને મુકાય છે તેમને વર્ષે પાંચ કરોડ રૂપિયા મળે છે.આમ વિરાટ કોહલીને એક વર્ષના સાત કરોડ રૂપિયા મળશે જ્યારે પાકિસ્તાનના બોર્ડના ખેલાડીઓની સેલેરીનુ બજેટ 7.4 કરોડ રૂપિયા છે.જેમાં પાકિસ્તાન એ ગ્રેડના પ્લેયરને વર્ષે 11 લાખ,બી ગ્રેડના પ્લેયરને 7.50 લાખ જ્યારે સી ગ્રેડ કેટેગરીમાં 5.50 લાખ પાકિસ્તાની રૂપિયા આપે છે.

આમ ભારતના ગ્રેડ એ ખેલાડીઓમાં રવિચંદ્રન અશ્વિન,રવિન્દ્ર જાડેજા,ચેતેશ્વર પૂજારા,અજિંક્ય રહાણે,શિખર ધવન,કે.એલ રાહુલ,મોહમ્મદ શમી, ઇશાંત શર્મા,ઋષભ પંત અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.

જ્યારે ગ્રેડ બીમાં રિદ્ધિમાન સાહા,ઉમેશ યાદવ,ભુવનેશ્વર કુમાર,શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલ તેમજ ગ્રેડ સીમાં કુલદીપ યાદવ,નવદીપ સૈની,દીપક ચહર,શુભમન ગિલ,હનુમા વિહારી,અક્ષર પટેલ,શ્રેયસ ઐયર,વોશિંગ્ટન સુંદર,યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.