લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખો માટે રૂ.220 અબજના ખર્ચે 30 અમેરિકી ડ્રોન ખરીદવામાં આવશે

ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખો માટે અમેરિકી બનાવટના 30 ઘાતક ડ્રોન વિમાનો ખરીદવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે.આ વિમાનોની કિંમત રૂપિયા 220 અબજ નિર્ધારિત થઈ છે.આ અંગેનો અંતિમ નિર્ણય સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ લેશે.સામાન્ય રીતે આર્મી,નેવી,એરફોર્સ પોતાની ખરીદી અલગ-અલગ કરતી હોય છે.પરંતુ માનવરહિત ડ્રોન વિમાનોની જરૂર તો ડિફેન્સની તમામ શાખાઓને પડવાની છે.આમ આ મહિને અમેરિકાના નવા સંરક્ષણમંત્રી લોય્ડ ઓસ્ટિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે.તેમના આગમન સમયે આ ડિલ આગળ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.વર્ષ 1998 પછી પ્રથમવાર ભારતીય નૌકાદળે ચાર મહિલા ઓફિસર્સને યુદ્ધજહાજ પર તૈનાત કરી હતી. આ પૈકી બે મહિલાઓને ભારતના સૌથી મોટા જહાજ આઈ.એન.એસ વિક્રમાદિત્ય પર જ્યારે અન્ય બે મહિલાઓને નેવલ ટેન્કર શીપ આઈ.એન.એસ શક્તિ પર તૈનાત કરાઈ છે.આ ઉપરાંત ભારતીય નૌકાદળે પ્રથમવાર મહિલા અધિકારીને વિદેશમાં ડિફેન્સ એટેચી તરીકે નિમ્યા છે.લેફ્ટનન્ટ કમાન્ડર કારાબી ગોગોઈને રશિયાના મૉસ્કોમાં ડિફેન્સ એટેચી તરીકે નિમવામાં આવ્યા છે.