કોરોના સંક્રમણના પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચેલો છે ત્યારે ચારેતરફ લોકો હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં 103 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીએ કોરોનાને હરાવ્યો છે.આમ બિરદીચંદ ગોઠીને કોરોના થયો હતો ત્યારે તેમની ઘરે જ સારવાર કરવામાં આવી હતી અને 23 એપ્રિલે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જે અંગે બિરદીચંદનુ કહેવુ છે કે,વર્તમાન સમયમાં લોકોની ખાવા-પીવાની ટેવો અને રહેણીકરણી લોકોને શારીરિક રીતે કમજોર બનાવી રહી છે.ત્યારે સાદુ જીવન અને સંતુલિત આહાર લેવાની જરૂર છે.
આમ બિરદીચંદ ભારત માટે આઝાદીની લડાઈ પણ લડી ચુક્યા છે.જ્યારે તેમને કોરોના થયો હોવાનું નિદાન થયુ.ત્યારે પરિવારજનો હિંમત હારી ગયા હતા.પરંતુ આ સ્વાતંત્ર્ય સેનાનીએ હિંમત રાખીને કોરોના સામે લડાઈ લડી હતી.ત્યારે તેમની મજબૂત ઈચ્છાશક્તિ કોરોના સામેની લડાઈમાં મહત્વનો ભાગ ભજવી ચુકી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved