લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

આજે પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીની હુગલીમાં આયોજીત રેલી દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.આમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે પૂર્વ ક્રિકેટર એવા મનોજ તિવારી બંગાળ તરફથી ઘરેલુ ક્રિકેટ ઉપરાંત આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ,કિંગ્સ ઇલેવન પંજાબ તેમજ રાઇઝિંગ પુણે તરફથી આઇપીએલમાં રમી ચૂક્યા છે.