લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવું જોઈએ

પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરના મતે ભારતીય ટીમના ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવા અંગે પસંદગીકારોએ વિચારણા કરવી જોઈએ.જે અંગે ગાવસ્કરે જણાવ્યું હતું કે પ્રસિદ્ધની બોલિંગમાં પેસ અને સીમ પોઝિશનને જોતા તે ટેસ્ટ માટે શ્રેષ્ઠ બોલર સાબિત થઈ શકે છે.આમ ગાવસ્કરે વર્ષ 2018માં ટેસ્ટ ટીમમાં સ્થાન પામનાર જસપ્રિત બુમરાહનું ઉદાહરણ આપ્યું હતું.

આમ કર્ણાટકના 25 વર્ષીય ઝડપી બોલર ક્રિષ્ણાએ તાજેતરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી વન-ડે સીરિઝમાં ભારતીય ટીમમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે.ત્યારે બીજી વન-ડે મેચમાં પ્રસિદ્ધે 37મી ઓવરમાં એક પછી એક 2 વિકેટ ઝડપી હતી.જેમાં તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરને ફેંકવામાં આવેલા યોર્કરની ખૂબ પ્રશંસા થઈ હતી.પ્રસિદ્ધ ક્રિષ્ણાએ અત્યારસુધીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 34 વિકેટો તેમજ 50 લિસ્ટ એ ક્રિકેટમાં 87 વિકેટ ઝડપી છે.આમ ગાવસ્કરની ટિપ્પણીને પગલે પ્રસિદ્ધ ક્રિષ્ણાને ભારતીય ટેસ્ટ ટીમમાં પણ વહેલી તકે સ્થાન મળે તો નવાઈ નહીં.