લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતીય બાળકીએ 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચી નવો વિશ્વવિક્રમ સર્જયો

અમુક બાળકો જન્મજાત પ્રતિભાશાળી હોય છે.ત્યારે યુ.એઈમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની 5 વર્ષની બાળકી કિયારા કૌર આવા જ બાળકોમાંની એક છે.તેણે 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચીને નવો વિશ્વવિક્રમ સર્જયો છે.જેમાં તેણે 13 ફેબ્રુઆરીએ એક પછી એક પુસ્તકો વાંચવાનુ શરૂ કર્યુ હતુ અને 105 મિનિટમાં નવો રેકોર્ડ બનાવી દીધો હતો.જેના પગલે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યુ છે.આમ શરૂઆતથી જ વાંચવાનો શોખ ધરાવતી કિયારા જ્યારે અબુધાબીમાં નર્સરીમાં હતી ત્યારે એક શિક્ષકે તેની પ્રતિભાની ઓળખ કાઢી હતી.એ પછી લોકડાઉન લાગુ થયુ અને સ્કૂલ બંધ થઈ ગયી હતી.આમ કિયારાના માતા-પિતાનુ કહેવુ છે કે,તેને પુસ્તકો વાંચવા ગમે છે.આમ તે છેલ્લા એક વર્ષમાં 200 પુસ્તકો વાંચી ચુકી છે.કિયારાના માતા-પિતા મૂળ ચેન્નાઈના રહેવાસી છે એ પછી તેઓ અમેરિકા ગયા હતા.કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો અને વર્તમાન સમયમાં તે માતા-પિતા સાથે યુ.એઈમાં રહે છે અને મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.