નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના બજેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વચ્છ ભારત અભિયાન માટે આગામી પાંચ વર્ષ માટે કુલ રૂપિયા 1.41 લાખ કરોડના ભંડોળની ફાળવણી કરવાની જાહેરાત કરી છે.જેમાં શહેરી સ્વચ્છ ભારત અભિયાન-2.0 અંગે પણ જાહેરાત કરવામાં આવી છે આ સાથે કુલ રૂપિયા 1,41,678 કરોડની ફાળવણી કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આમ સ્વચ્છ ભારત અભિયાન માટે આગામી પાંચ વર્ષ માટે સરેરાશ રૂપિયા 28,335 કરોડનો ખર્ચ કરવામાં આવશે.વર્ષ 2020-21 માટે રૂપિયા 12,300 કરોડની બજેટ ફાળવણીની તુલનામાં બે ગણા કરતા વધારે છે.વર્ષ 2019-20માં સ્વચ્છ ભારત માટે રૂ.12,644 કરોડના ભંડોળની ફાળવણી કરવામાં આવી હતી. આમ નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે શહેરી ભારતની સ્વચ્છતા માટે કચરા,પ્લાસ્ટીક તથા ગંદકીના યોગ્ય નિકાલ તેમજ હવાનું પ્રદૂષણ ઘટાડવા સહિત કચરાના અસરકારક નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરી છે.સરકારે આ માટે સ્વચ્છ ભારત મિશન-2.0ની શરૂઆત કરી છે.આમ આ જોગવાઈ હેઠળ હવાના પ્રદૂષણને ઘટાડવા માટે રૂપિયા 2,217 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં આ અભિયાનની શરૂઆત કરી હતી.જેનો ઉદ્દેશ ગલીઓ અને માર્ગોને સ્વચ્છ કરવા અને કચરાથી મુક્ત કરવાનો હતો.મોદી સરકારે સ્વચ્છ ભારત મિશન માટે વર્ષ 2018-19,2017-18,2016-17 અને 2014-15માં અનુક્રમે રૂ.15,373 કરોડ,રૂ.13,948 કરોડ,રૂ.10,500 કરોડ અને રૂ.4,260 કરોડની ફાળવણી કરી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved