લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.50નો ભાવવધારો કર્યો,ફેબ્રુઆરી માસમાં બીજીવાર ભાવવધારો નોધાયો

ડીઝલ-પેટ્રોલની કિંમતોથી પરેશાન લોકોને સરકારે વધુ એક ઝટકો આપ્યો છે.જેમાં સરકારે એલપીજી ગેસ- સિલિન્ડરોની કિંમતમાં રૂ.50નો વધારો કરતાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત રૂ.769 થઈ જશે.આમ ગેસ-સિલેન્ડરની કિંમત વર્તમાન માસમાં સતત બીજીવાર વધારવામાં આવી છે.આમ ફેબ્રુઆરી માસમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં રૂ.75નો ભાવવધારો થયો છે.

આમ એલપીજી ગેસ- સિલિન્ડરોની સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ભાવવધારો થઈ રહ્યો છે.જેમાં દેશનાં કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ લિટરદીઠ રૂ.90 થી 100 વચ્ચે છે.જ્યારે મધ્યપ્રદેશમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 100ને પાર થઈ ગઈ છે,જ્યારે મુંબઈમાં પેટ્રોલ રૂ.95 સુધી વેચાઈ રહ્યું છે.