લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હિમાલયન વિસ્તારમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સ્થિતિ બનતા- હિમવર્ષા શરૂ

દેશમાં ફરી એકવખત હવામાન પલ્ટો મારે તેવી શકયતા સર્જાઈ છે.જેમાં હવામાન ખાતાએ જાહેર કર્યુ છે કે ઉતર ભારતના અનેક રાજયોમાં વેસ્ટર્ન ડીસ્ટબન્સની સ્થિતિ બની છે.જેના કારણે દેશના અનેક રાજયોમાં તેમજ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા તથા મેદાની વિસ્તારોમાં પવન સાથે વરસાદની શકયતા નકારી શકાતી નથી.ત્યારે આવતીકાલે બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.

જેમાં ઉતરાખંડના અનેક વિસ્તારો સિવાય જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ભારે હિમવર્ષાની શકયતા છે અને વેસ્ટર્ન ડીસ્ટબન્સને કારણે હિમાચલપ્રદેશમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહેશે.ત્યારે દિલ્હીમાં ફરી એકવખત સવારે ઉષ્ણતામાનનો પારો નીચે ચાલ્યો જતાં ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે. આમ દેશના હરિયાણા,ઉતરપ્રદેશ,બિહાર,ઝારખંડમાં સવાર અને રાત્રીનું તાપમાન નીચુ જશે.તેમજ બંગાળની ખાડીમાંથી તેજ હવાના કારણે કર્ણાટક,તામીલનાડુ,પોંડીચેરી,કેરળ સહિતના રાજ્યોમા વરસાદની શકયતા છે.એકવખત વેસ્ટર્ન ડીસ્ટબન્સની સ્થિતિ પૂર્ણ થયા બાદ ઉનાળાની અસર ધીમેધીમે વધતી જશે અને આગામી દિવસોમાં ઉષ્ણતામાનનો પારો સામાન્ય સ્થિતિએ પહોંચી જશે.