કન્સ્ટ્રકશન અને એન્જીનિયરિંગ કંપનીને મુંબઈ- અમદાવાદ હાઈસ્પિડ રેલ કોરિડોર પરિયોજના માટે 25000 કરોડ રૂપિયાનો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે.જોકે કંપનીએ કોન્ટ્રાક્ટની માહિતી આપી નથી.પરતુ તેમણે તેને મહત્વપૂર્ણ શ્રેણીનો કોન્ટ્રાક્ટ ગણાવ્યો છે.આ શ્રેણીના કોન્ટ્રાક્ટ એક હજાર કરોડથી લઈને 25,000 કરોડ સુધીના હોય છે.આમ આ કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે એલએન્ડટી કન્સ્ટ્રકશન હેવી સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનસે આ કોન્ટ્રાક્ટ હેઠળ તેમને 28 પુલની ખરીદી,નિર્માણ,સંયોજન,પેન્ટ અને પરિવહનનું કામ મળ્યું છે. આમ કંપનીએ કહ્યું હતું કે તેમણે જાપાનની iisની સાથે કન્સોર્ટિયમના માધ્યમથી આ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. બીએસઈ પર એલએન્ડટીનો શેર 0.56 પ્રતિશતના ઘટાડા સાથે 1337.45 પર કારોબાર કરી રહ્યો છે.આમ આ પરિયોજનાનો ખર્ચ અંદાજે 1.1 લાખ કરોડ રૂપિયા છે.
આ દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજના છે,મુંબઈ-અમદાવાદના 508.17 કિમી લાંબા બુલેટ ટ્રેન કોરિડોરનો 155.76 કિમી ભાગ મહારાષ્ટ્રમાં,348.04 કિમી ગુજરાતમાં અને 4.3 કિમી દાદરાનગર હવેલીમાં છે.આ પરિયોજનાનો ખર્ચ અંદાજે 1.1 લાખ કરોડ રૂપિયા છે.જેમા જાપાન ઈન્ટરનેશનલ કોઓનેશનલ એજેન્સી 81 ટકા ફાઇનાન્સ કરી રહી છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved