લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતને રસીનો કાચોમાલ આપવા અમેરિકા તૈયાર,અન્ય મદદ પણ કરાશે

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે.ત્યારે દરરોજ લાખો કેસ સામે આવી રહ્યા છે.આમ કોરોના સામે અત્યારે રસીકરણ સૌથી મજબૂત હથિયાર માનવામાં આવે છે.તેવામાં ભારતમાં રસીના ઉત્પાદન માટે કાચા માલની જરૂર છે,પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રસી માટેના જરૂરી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને ભારતને આપવાની પણ ના પાડી હતી.ત્યારે હવે અમેરિકા ભારતને કોરોના રસી માટેનો કાચો માલ આપવા તૈયાર થયું છે.આમ અમેરિકાએ કહ્યુ છે કે ફ્રંટલાઇન વર્કરોને બચાવવા માટે તેમના તરફથી રેપિડ ડાઇગોનેસ્ટિક કિટ,વેન્ટિલેટર અને પી.પી.ઇ કિટ આપવામાં આવશે.

આમ અમેરિકાના નિર્ણય બાદ ભારતની કોરોના સામેની લડાઇ વધુ મજબૂત બનશે.તેમજ આ નિર્ણયથી દેશમાં રસીકરણ અભિયાનને પણ વેગ મળશે.આમ આ સહમતિ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે થયેલી વાતચીત બાદ થઇ છે.