લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય નૌસેના આધુનિક સબમરીનોથી સુસજ્જ થશે

આગામી ૧૦મી માર્ચે કાર્યાન્વિત થનાર આઈ.એન.એસ કરંજ નેવીમાં વર્ષ ૨૦૧૭થી કાર્યાન્વિત થનાર કલવારી વર્ગની ૬ પૈકી ૩જી ડીઝલ ઈલેક્ટ્રિક સબમરીન છે.કલવારી વર્ગની બાકીની ૩ સબમરીન ટૂંકસમયમાં બનાવવામાં આવશે.આમ નેવીમાં છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવનાર કમાન્ડિંગ ઓફિસર કેપ્ટને જણાવ્યું હતું કે કરંજ ખરા અર્થમાં પ્રથમ સ્વદેશી સબમરીન છે તેનો અમને ગર્વ છે તે મેક ઈન ઈન્ડિયાનું પ્રતિક છે. કરંજને અમે વામનમાંથી વિરાટ બનતા જોઈ છે.આમ કરંજ અગાઉ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯માં અનુક્રમે આઈ.એન.એસ કલવારી અને આઈ.એન.એસ ખંડેરી કાર્યાન્વિત કરાઈ હતી.નેવીની યોજના નિર્ધારીત સમયમાં કલવારી વર્ગની બાકીની ત્રણ સબમરીન કાર્યાન્વિત કરવાની છે.કાર્યાન્વિત થવા અગાઉ ટ્રાયલના ભાગરૂપે કરંજે ૧૦૦ દિવસથી વધુ સમય માટે દરિયામાં પોતાની ફરજ બજાવી હતી.કરંજ ૬૦ મીટર લંબાઈ ધરાવતી નાની સબમરીન છે.તેને અણુઊર્જા સંચાલિત અરિહંત સબમરીન સાથે સરખાવી ન શકાય પણ આ વર્ગની સબમરીનોના અલાયદા લાભ છે.કલવારી વર્ગની સબમરીનોનું બાંધકામ મઝગાંવ ડોક લિ દ્વારા થાય છે.એક ફ્રેન્ચ કંપની સાથેના કરાર મુજબ તે મઝગાંવ ડોકને સબમરીનની ટેકનોલોજી આપશે જેથી તેને ભારતમાં આસાનીથી અને સ્વદેશી ઉપકરણોથી બનાવી શકાય.કરંજને ફ્રેન્ચ કંપનીની કોઈપણ દેખરેખ વિના બનાવવામાં આવી છે.તેના દળને તાલીમ ભારતીય નેવી અધિકારીઓએ આપી છે.આમ ભારતીય નેવી છેલ્લા ૫૦ વર્ષથી રશિયન,જર્મન અને યુ.કે બનાવટની સબમરીનોનો ઉપયોગ કરી રહ્યું છે.