લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અમદાવાદમા ભારતીય ઓફ-સ્પિનરે બનાવ્યો રેકોર્ડ,400 વિકેટ લેનાર વર્લ્ડનો બીજો બોલર બન્યો

ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમ ખાતેની ત્રીજી ટેસ્ટમાં જોફરા આર્ચરને આઉટ કરીને કરિયર 400મી વિકેટ લીધી છે.આમ અશ્વિને પોતાની 77મી ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે.આમ તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે.આ સિવાય શ્રીલંકાનો મુથૈયા મુરલીધરને 72 ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી હતી.આમ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ઇંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કુક અને બેન સ્ટોક્સને આઉટ કર્યા છે.અશ્વિને બંનેને 10-10 વાર પેવેલિયન ભેગા કર્યા છે.તે ઉપરાંત અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યા છે.