ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો પાંચમી ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં રમાશે.ચેન્નઇની પિચ પરંપરાગત રીતે બેટ્સમેન તથા બોલર્સ બંને માટે મદદરૂપ બને છે.ઇંગ્લિશ પેસ બોલર જોફ્રા આર્ચરે ટેસ્ટ શ્રેણીમાં સ્પોર્ટિંગ પિચ તૈયાર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરીને ચેતવણી આપી હતી કે સ્પિન ટ્રેક ઉપર પણ ભારતીય સ્પિનર્સ ઇંગ્લેન્ડને હરાવી શકે તેમ નથી.ઇંગ્લેન્ડ માટે અત્યારસુધી ૧૧ ટેસ્ટમેચ રમી ચૂકેલો આર્ચર એશિયન ધરતી ઉપર પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમશે. ત્યારે તેણે જણાવ્યું હતું કે હું ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ઘણી મેચો રમ્યો છું પરંતુ ફર્સ્ટ ક્લાસ મેચનો મને કોઈ અનુભવ નથી.લાલ બોલથી બોલિંગ કરવાના પડકાર ઘણી રીતે સ્પષ્ટ થઈ જશે. આઇપીએલમાં બેટ્સમેનોએ તમારી પાસે આવવાનું હોય છે.પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનો ઇચ્છે ત્યારે તમને પૂરા સેશન બેસાડી શકે તેમ છે.જો સપાટ અને નિર્જીવ પિચ હશે તો બોલર કશું કરી શકશે નહીં. બોલર્સને થોડોક વધારાનો બાઉન્સ તથા સ્પીડ મળે તેવી પિચોની અમે અપેક્ષા રાખીએ છીએ.પિચ ઉપરથી બોલને સહેજ પણ ટર્ન મળશે તો મેચ એકતરફી બનશે નહીં તે ચોક્કસ છે. અમારી પાસે પણ ભારતને ટક્કર આપી શકે તેવા સ્પિનર્સ છે અને ભારત અમને સ્પિન બોલિંગ દ્વારા હરાવી શકે તેમ નથી.
આમ ઇંગ્લેન્ડ પાસે જેક લીચ અને ડોમ બેસ જેવા બે સ્પિનર છે.શ્રીલંકા સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.બેસે બે ટેસ્ટમાં ૧૨ તથા લીચે ૧૦ વિકેટ હાંસલ કરી હતી.બીજી ટેસ્ટના બીજા દાવમાં શ્રીલંકા સામે બંને સ્પિનર્સે સાથે મળીને આઠ વિકેટ ઝડપી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved