ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે ભારતની ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ૩-૦ થી કે ૩-૧થી જીતી શકે છે.ઇંગ્લેન્ડના એક ટેસ્ટના વિજયની સંભાવના પણ પિન્ક બોલ ટેસ્ટના લીધે રાખી છે.જો પિન્ક બોલ ટેસ્ટ ન હોત તો ઇંગ્લેન્ડ કદાચ એકપણ ટેસ્ટ ન જીતી શકે.આમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી ૨-૧થી જીત્યા પછી ભારત ટિમ આત્મવિશ્વાસથી સજ્જ છે.જ્યારે ઇંગ્લેન્ડ પણ શ્રીલંકા સામે ૨-૦થી મેળવેલા શ્રેણીવિજયના પગલે ઉત્સાહથી ભરેલું હશે તેવું માનવામાં આવે છે.
આમ ગંભીરે વિરાટ કોહલીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારતે કોહલીની આગેવાની હેઠળ ટેસ્ટમાં શાનદાર દેખાવ કર્યો છે.કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો દેખાવ અત્યારસુધીના કોઈપણ ટેસ્ટ કેપ્ટન કરતાં સારો છે.તે કેપ્ટન તરીકે ૫૫માંથી ૩૩ મેચ જીત્યો છે.ત્યારે મને વિશ્વાસ છે કે ટેસ્ટ મેચની વાત છે ત્યાં સુધી ભારત કોહલીની આગેવાની હેઠળ સતત સારો દેખાવ કરવાનું જારી રાખશે.
આમ કોહલી જાણે છે કે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થવું હશે તો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કરવો પડશે.જો રુટે શ્રીલંકામાં સારો દેખાવ કર્યો હોવાછતાં પણ ગંભીર માને છે કે તેને ભારતીય બોલરો સામે રમવામાં સંઘર્ષ કરવો પડશે,કારણ કે ભારતમાં તેણે બુમરાહ અને અશ્વિનનો સામનો કરવાનો છે જે કોઈપણ વિકેટ પર પ્રભાવશાળી છે.ઓસ્ટ્રેલિયામાં સારા દેખાવ પછી બંને આત્મવિશ્વાસથી ભરેલા છે અને એક ટેસ્ટના આરામ પછી સંપૂર્ણ ફિટ પણ થઈ ગયા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved