ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ રમાશે.જેમાં આગામી ૫ ફેબ્રુઆરીએ ચેન્નઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.ત્યારે ભારતના સ્ટાર બેસ્ટમેન કેએલ રાહુલ સંપૂર્ણ ફીટ થઇને ટીમ સાથે જોડાઇ ગયો છે. આમ રાહુલ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.
આમ ઇજાગ્રસ્ત થતાં રાહુલ સ્વદેશ પરત ફર્યો હતો જેને લીધે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી બે ટેસ્ટ મેચમાંથી તે બહાર થઇ ગયો હતો.આમ રાહુલે ફિટનેસ હાંસલ કરવા બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાઇ ગયો હતો.આમ ઓસ્ટ્રેલિયામાં લિમિટેડ ઓવર્સની સીરિઝમાં બે અર્ધસદી મારનાર રાહુલને ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ચાર ટેસ્ટની સીરિઝમાંથી પ્રથમ બે મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે.વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ,ઇશાંત શર્મા જેવા દિગ્ગજ ક્રિકેટર્સની પણ ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved