લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ટીમના ચેતેશ્વર પૂજારા ઈજાગ્રસ્ત થતાં ચિંતાનો વિષય,મેદાનની બહાર થયા

ચેન્નાઈમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતનો આધારભૂત બેટસમેન ચેતેશ્વર પૂજારા ઈજાના કારણે ફિલ્ડિંગ કરવા માટે ઉતર્યો નહોતો.ત્યારે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પૂજારાને બેટિંગ દરમિયાન એક બોલ હાથ પર વાગ્યો હતો.જેના કારણે આજે તે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો નહોતો.જોકે પૂજારાની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજી કોઈ જાણકારી ટીમ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી નથી.

આમ ભારતીય ટિમ માટે આ ચિંતાનો વિષય બની શકે છે. કારણકે પૂજારા ભારતીય બેટિંગ લાઈનઅપમાં દિવાલ જેવી ભૂમિકા અદા કરે છે.ત્યારે પૂજારાને ઈજા થતાં તેમની જગ્યાએ મયંક અગ્રવાલ ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો.

આમ જો પૂજારાની ઈજા ગંભીર હોય અને તે ત્રીજી ટેસ્ટમાં ન રમી શકે તો ભારત માટે તે મોટો ફટકો માનવામાં આવશે હશે.ભારતને ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ટેસ્ટમાં મળેલી ઐતહાસિક જીતમાં પણ પૂજારાની ભૂમિકા મહત્વની રહી હતી.