લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ટી-20 સીરિઝ પહેલાં ભારતીય ટીમનો ખેલાડી વરુણ ચક્રવર્તી ફિટનેસ ટેસ્ટમાં બીજી વખત ફેલ થયો

ભારતીય ટીમના સ્પિન બોલર વરુણ ચક્રવર્તી બીસીસીઆઇના ફિટનેસ ટેસ્ટમાં બીજીવખત ફેલ થયો છે.ત્યારે વરુણનું ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-૨૦ મેચની સીરિઝમાંથી બહાર થવાનું લગભગ નક્કી મનાય છે.ત્યારે બીજીબાજુ ટીમનો અન્ય એક બોલર ટી.નટરાજન ઘૂંટણ અને ખભામાં ઇજાનો સામનો કરી રહ્યો છે.જેના કારણે તે લિમિટેડ ઓવર્સની સીરિઝ ગુમાવી શકે છે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વરુણની પસંદગી કરાઇ હતી,પરંતુ ખભામાં ઇજાને કારણે તે ડેબ્યૂ ના કરી શક્યો.ત્યારે તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટી-૨૦માં તેને ફરી તક આપવામાં આવી પરંતુ તે ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નહી.આમ વરુણ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થતાં તેની જગ્યાએ ટીમમાં રાહુલ ચહરને સામેલ કરી શકાય છે.