લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 મહિના બાદ 2 દિવસના વિદેશ પ્રવાસે પહોચ્યા

કોરોના મહામારીનાં કારણે 16 મહિનાના લાંબા અંતરાલ બાદ વડાપ્રધાન મોદીએ સૌપ્રથમવાર વિદેશ પ્રવાસ શરૂ કર્યો છે.જેમાં તેઓ બાંગ્લાદેશની રચનાના 50 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોદી સવારે ઢાકા જવા રવાના થયા હતા.આમ પીએમ મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને શણગારવામાં આવ્યુ છે.ઢાકામાં તહેવાર જેવો માહોલ છે.મોદી પોતાના પ્રવાસનાં પ્રથમ દિવસે કેટલાંક કાર્યક્રમોમાં ભાગ લેશે.

બાંગ્લાદેશમાં આ કાર્યક્રમનો આરંભ નેશનલ પરેડ ગ્રાઉન્ડ પર થશે.બંગબંધુ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર પર પણ કાર્યક્રમ યોજાશે.પીએમ મોદી રાષ્ટ્રીય શહીદ સ્મારક પર શ્રધ્ધાંજલી આપશે.મોદી આજે શેખ હસીના બંગબંધુ-બાપુ પ્રદર્શનની શરૂઆત કરશે.જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે વ્યાપક મુદ્દે ચર્ચા કરશે.વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મશતાબ્દીના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.જેના માટે બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદે આમંત્રણ આપ્યું છે.
ત્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંગબંધુ છેલ્લી સદીનાં એક મહાન નેતા હતા.જેમના જીવન અને આદર્શોએ લોકોને પ્રેરણા આપી છે.