લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / રાષ્ટ્રપતિએ મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું, હવે મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ઓળખાશે

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે થયું છે.ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા.આમ હવે આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાની છે.

આજથી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી ડે-નાઈટ મેચ શરૂ થવા જઈ રહી છે. જે બપોરે અઢી વાગ્યે મેચની શરૂઆત થવાની છે.મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ 1 લાખ 32 હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.પરંતુ કોરોનાકાળ વચ્ચે ક્રિકેટ મેચને લઈને બેઠક વ્યવસ્થાની 50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે.જે ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન અને મેચને લઈને સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.