લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / દુનિયામાં સ્વાસ્થ્ય પર સૌથી વધુ ખર્ચ ભારતીયોએ કરવો પડે છે

કોરોના સંકટ બાદ સ્વાસ્થ્ય પર ખર્ચના મુદે નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.ત્યારે આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે ભારતીયોને સ્વાસ્થ્ય પર દુનિયામાં સૌથી વધુ ખર્ચ કરવો પડે છે,આવું એટલા માટે છે કે સરકારી રોકાણ ઓછું છે.આમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 17 ટકા વસ્તી કુલ આવક કે ઘરેલુ ખર્ચના 10 ટકાથી વધુ અને 4 ટકા વસ્તી 25 ટકાથી વધારે સ્વાસ્થ્ય પર ખર્ચ કરે છે.
આ ખર્ચ વિશ્વમાં સૌથી વધારે છે.સ્વાસ્થ્ય પર જીડીપીની 2.5 થી 3 ટકા સુધી ફાળવણી કરવી પડશે.આથી લોકોના ખિસ્સામાંથી થનારા ખર્ચમાં કમી આવશે.હાલ તો સ્વાસ્થ્ય પર 65 ટકા ખર્ચ લોકો પોતાના ખિસ્સામાંથી કરે છે.કારણ કે જીડીપીના એક ટકાની નજીક જ સ્વાસ્થ્ય પર ખર્ચ થાય છે.જો અઢી-ત્રણ ટકા ફાળવણી સ્વાસ્થ્ય માટે થાય તો લોકોના સ્વાસ્થ્ય માટેના ખાનગી ખર્ચને ઘટાડીને 30 ટકા સુધી લાવી શકાય છે.આમ ઈન્ડોનેશિયા,ચીન,ફીલીપાઈન્સ જેવા દેશોએ ફાળવણી વધારીને ખર્ચ ઘટાડયા છે.

આમ સ્વાસ્થ્ય સેવાઓની ગુણવતા તેમજ ઉપલબ્ધતામાં દેશની રેન્કીંગ 180 માંથી 145 છે,જેમાં આપણાથી નીચે કેટલાક આફ્રિકી દેશ જેવાકે નેપાળ,પાકિસ્તાન જેવા દેશો જ છે.જયારે રિપોર્ટ અનુસાર ભારતમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર 3 થી 4 ટકા જેટલો જ છે.