લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય રેલવેનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

ભારતીય રેલવે સાથેની કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માટે ભ્રમિત થવાની જરૂર નથી.રેલવેએ મુસાફરોની સુવિધા માટે રેલ હેલ્પલાઈન નંબરોને એકસાથે જોડી દીધા છે.જેમાં ભારતીય રેલવેના હેલ્પલાઈન નંબરોને બદલે 139 નંબર જાહેર કરવામાં આવ્યો છે.આમ 139 નંબર દ્વારા જ મુસાફરી દરમિયાન તમામ પ્રકારની પુછપરછ કરી શકાશે અને ફરિયાદ નોંધાવી શકાશે.આમ નવો નંબર રેલ ઉપયોગકર્તાઓને એકીકૃત સેવાઓ પ્રદાન કરશે જે સુરક્ષા,ફરિયાદ,ખાણી-પીણી અને સતર્કતા સાથે સંકળાયેલી છે.

આ 139 નંબર વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને તે ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ પર આધારીત હશે.જે નંબર પર ફોન કરીને ટ્રેન સાથે સંકળાયેલી પાયાની પુછપરછ,પી.એન.આર સ્થિતિ,ટિકિટ ઉપલબ્ધતા,ટ્રેન આગમન,પ્રસ્થાન,રિઝર્વેશન વગેરે માટે એસ.એમ.એસ મોકલીને જાણકારી મેળવી શકાશે.જે નંબર દ્વારા રદ્દ થયેલા શિડ્યુઅલ,સીટની ઉપલબ્ધતા,ટિકિટ રદ્દ કરાવવી,ભાડુ,ગંતવ્ય માટેની સૂચના, વેકઅપ કોલ,ઓન બોર્ડ સેવાઓ અને સુરક્ષા સંબંધિત જાણકારી મળી રહેશે.