લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રેલવેએ ટુંકા અંતરના પ્રવાસ ભાડામા ભાવવધારો કર્યો

પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલો-રાંધણગેસ સહિતની અનેકવિધ ચીજોમાં ભાવવધારો કર્યા બાદ હવે રેલવેએ ટુંકા અંતરની રેલ મુસાફરીમા ભાવવધારો કર્યો છે.આમ કોરોનાકાળમાં લોકોને બીનજરૂરી પ્રવાસ કરતાં રોકવા માટે રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.આમ આ સિવાય મેલ-એકસપ્રેસ ટ્રેનોનાં ભાડા ફીકસ રાખવામાં આવ્યા છે.ટુંકા અંતરની મુસાફરી મોંઘી કરવામાં આવી છે.દેશમાં અત્યારે ચાલતી ટ્રેનોમાંથી માત્ર 3 ટકા ટ્રેનોને જ આ અસર થશે.

આમ દેશમાં કોરોનાનો ખતરો હજુ યથાવત છે.ત્યારે રેગ્યુલર ટ્રેનો હજુ બંધ છે તે પાછળનો આશય સંક્રમણ રોકવાનો જ છે.અત્યારે પણ અનેક રાજયોમાં કેસો વધી રહ્યા છે.જેમાં મહારાષ્ટ્ર,દિલ્હી જેવા રાજયોમાં પ્રવેશ માટે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ ફરજીયાત છે.ટ્રેનોમાં ભીડ ન વધે અને સંક્રમણનું જોખમ નિયંત્રીત રહે તે માટે ટુંકા અંતરના રેલવે પ્રવાસમાં ભાવવધારો કરવામાં આવ્યો છે.આમ કોરોનાકાળ પછી અત્યારસુધીમાં 65 ટકા મેલ-એકસપ્રેસ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.જ્યારે 1250 મેલ-એકસપ્રેસ ટ્રેન,5650 અર્ધશહેરી ટ્રેનો,326 પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.