Error: Server configuration issue
Home / International / અમીર ભારતીયો વેક્સિન લેવા દુબઇ જઇ રહ્યા છે
ભારતમાં કોરોના સંક્રમણ વધતા ગરીબ-અમીર સૌ કોઇમાં ભયનો માહોલ છે.ત્યારે દેશનાં ધનપતિઓ કોરોનાથી બચવા માટેની વેક્સિન લેવા દુબઇ જઇ ફાઇઝરની વેક્સિન લગાવી રહ્યા છે,જ્યારે યુ.એઇમાં એસ્ટ્રાજેનેકા અને સાઇનોફાર્મ પણ છે.આ સિવાય યુ.એઇમાં 40 વર્ષથી વધુ વયના લોકોને મફતમાં વેક્સિન લગાવવામાં આવી રહી છે.આમ દુબઇનાં રેસિડેન્ટ વીઝા ધરાવતા અમીર ભારતીય લોકો કોરોના વેક્સિન લગાવવા દુબઇ તરફ પ્રયાણ કરી રહ્યા છે.જ્યારે દુબઇએ રેસિડેન્ટ વીઝાધારકોને વેક્સિન માટે રજીસ્ટર કરવા માટેની મંજુરી પણ આપી છે.આમ વેક્સિન લગાવવા માટે દુબઇ જવા માટેનો ખર્ચ 35 થી 55 લાખ સુધીનો થાય છે.જે ખર્ચ ઓપરેટરની પ્રાઇઝ,સીટી ઓફ ઓરિજિન, દુબઇમાં રહેવાનો સમયગાળો તેમજ નંબર ઓફ પેસેન્જર્સ પર આધાર રાખે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved