લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય વૈજ્ઞાનિકોએ કાર્બન ડાયોક્સાઈડને ઈંધણમા રૂપાંતરિત કરે તેવી પદ્ધતિ વિકસાવી

ભારતીય વિજ્ઞાનિકોએ ખૂબ જ ક્રાંતિકારી શોધ કરી છે.જેમાં કાર્બન ડાયોક્સાઈડમાંથી ઈંધણ સર્જ્યું હોવાનો દાવો સંશોધકોએ કર્યો હતો.જે બળતણ ભવિષ્યમાં ભારતને મંગળ સુધી પહોંચવામા કામ આવશે.આમ આના સંયોજનથી મિથેન,મિથેનોલ અને ફોર્મિક એસિડનું સર્જન થઈ શકે છે અને એ બધાનો ઉપયોગ કરીને એનર્જીનું સર્જન પણ કરી શકાય છે.ત્યારે સંશોધકોએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આ સંયોજનથી મેળવેલી ઉર્જાનો ઉપયોગ મંગળ પર કરી શકાશે.આમ મંગળના વાતાવરણમા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 95.32 ટકા જેટલું છે.આમ આ પદ્ધતિથી કાર્બન ડાયોક્સાઈડનું ઈંધણ કે ઉર્જામાં રૂપાંતર કરીને ઉર્જાની અછત પણ નિવારી શકાય તેમ છે.આમ ક્લાઈમેટ ચેન્જ પાછળ જવાબદાર પરિબળોમાં કાર્બન ડાયોક્સાઈડ મુખ્ય છે.