લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના જાણીતા શેફે અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર્સ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી

કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ વર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા આગળ આવી રહી છે.ત્યારે દેશના જાણીતા શેફ સંજીવ કપૂરે અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે.જેમાં તેમણે વોરિયર્સ માટે ત્રણ ટાઈમ વિનામૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.

આમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે આ અંગે કહ્યું હતું કે બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.જેને હોસ્પિટલ તંત્રે સ્વીકાર્યો છે.ત્યારે અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ.