લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર- વાશિમ ખાતેની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.ત્યારે રાજ્યના વાશિમ જિલ્લાના દેગાંવ ખાતેની એક હોસ્ટેલમાં એકસાથે 190 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આમ વાશિમ જિલ્લામાં બુધવારના રોજ કોરોનાના 318 નવા કેસ નોંધાયા હતા જેમાં 190 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.દેગાંવ ખાતેની આશ્રમશાળામાં ભણતા વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હતા. ત્યારે કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતી ખાતેથી થઈ છે.

આમ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે પ્રચંડ થઈ રહી છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 8,807 કેસ નોંધાયા છે.જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 જેટલા દર્દીઓના મોત થયા છે.મહારાષ્ટ્રમાં વિદર્ભના શહેરો અને મુંબઈમાં ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે.ત્યારે મુંબઈમાં 119 દિવસ બાદ કોરોનાના કેસનો આંકડો 1,000ને પાર થયો છે.