Error: Server configuration issue
કોરોના સંક્રમણમાં દર્દીઓને ઓકસીજનની સતત વધી રહેલી જરૂરિયાતમા દેશના ટોચના ઉદ્યોગગૃહ ટાટા-સ્ટીલ દ્વારા કેન્દ્રને રોજ 300 ટન ઓકસીજન આપવા માટેની જાહેરાત કરી છે જે કોવિડના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટાટા ગ્રુપની આ જાહેરાતને આવકારતા કહ્યું કે દેશના લોકોની સૌ કોઈ ચિંતા કરે છે.ટાટા ગ્રુપે 24 લીકવીડ ઓકસીજન કંટેનર્સ પણ આયાત કર્યા છે.જે કેન્દ્ર સરકારની સૂચના મુજબ ફાળવશે.આમ દેશભરમાં ઓકસીજનની માંગ વધતા તેની તંગી સર્જાઈ રહી છે અને હાલમાં જ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ પણ જામનગર ખાતેના પ્લાંટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતને ઓકસીજન પુરુ પાડવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved