લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રવી વાવેતર 685 લાખ હેકટર વિસ્તાર સાથે નવી સપાટીએ

જાન્યુઆરીના અંતે દેશમાં રવી વાવેતર ૬૮૫ લાખ હેકટર વિસ્તાર સાથે અત્યારસુધીની વિક્રમી સપાટીએ રહ્યું છે.જેમાં ગયા વર્ષના ૨૯ જાન્યુઆરી સુધીમાં વાવેતર વિસ્તારના આંક કરતા વર્તમાન વર્ષના ગાળામાં વાવેતર આંક ૩ ટકા વધુ રહ્યું છે.જેમાં મુખ્ય રવી પાક ઘઉં,ચણા તથા રાયડાનું વાવેતર વર્તમાન વર્ષમાં વિક્રમી રહ્યું છે.ગયા વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં ૩૩૬ લાખ હેકટર સામે વર્તમાન ગાળામાં ૩૪૬ લાખ હેકટર વિસ્તાર પર ઘઉંનું વાવેતર પૂરું થયું છે.આમ પંજાબમાં ઘઉંની મોટી માત્રામાં વાવણી થાય છે.ચણાનો વાવણી વિસ્તાર ૪.૩૭ ટકા વધી ૧૧૨ લાખ હેકટર વિસ્તાર રહ્યો છે.રાયડાનો વાવણી વિસ્તાર 7 ટકા વધુ રહી ૭૪ લાખ હેકટર વિસ્તાર રહ્યો છે.કઠોળનું કુલ વાવેતર ૧૬૩ લાખ હેકટર વિસ્તાર સામે ૧૬૭ લાખ હેકટર વિસ્તાર રહ્યું હોવાનું જણાવે છે.

જોકે કડધાન્યની વાવણીમાં ગયા વર્ષની સરખામણીએ ઘટ જોવા મળી રહી છે.જેમાં પણ ખાસ કરીને મકાઈ,જુવાર વગેરેનો વાવણી વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ નીચો રહ્યો હોવાનું જણાવાયું છે.દેશના મોટાભાગના રાજ્યોના જળાશયોમાં પાણીનું સ્તર તથા જમીનમાં ભેજનું પ્રમાણ સાનુકૂળ છે.જેથી રવી પાક માટેનું ભાવિ પણ ઉજળું હોવાનું જણાવ્યું હતું.