લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના પ.બંગાળ,આસામ બાદ કેરલ,તામિલનાડુ,પોંડીચેરી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઇ

દેશમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચુંટણીઓ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જેમાં ચુંટણીપંચનું એક પ્રતિનિધીમંડળ હાલમાં પશ્ચિમ બંગાળની મુલાકાતે જઇ આવ્યુ હતુ.ત્યારે હવે તામીલનાડુ,પોંડીચેરી તથા કેરલની મુલાકાતે પંચનુ પ્રતીનીધી જશે.આમ દેશમાં માર્ચથી મે માસ સુધીમાં દેશના 4 મહત્વના રાજયોમાં ધારાસભાની ચુંટણીઓ યોજાવાની છે.જેમાં સૌપ્રથમ પ.બંગાળની ચુંટણીઓ યોજાશે ત્યારબાદ તામીલનાડુ,પોંડીચેરી અને કેરલની ચુંટણીનો કાર્યક્રમ એકસાથે જાહેર થાય તેવી શકયતાઓ છે.આમ આ ઉપરાંત આસામમાં પણ આ વર્ષે ચુંટણી યોજાવાની છે.ત્યારે તે ચુંટણી પણ જુન સુધીમાં યોજાઈ જાય તેવા સંકેત છે.આમ સંસદનું સત્ર પુરુ થયા બાદ દેશમાં ચુંટણીનું વાતાવરણ શરૂ થઇ જશે.