લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઇન્ડોનેશિયામાં સતત બીજા દિવસે ભારે વરસાદ થતાં મૃત્યુઆંક વધી 73 થયો

ઇન્ડોનેશિયામાં ભારે વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 73 થઇ ગઇ છે.ત્યારે બીજીતરફ પૂર્વ તિમોરમાં પણ 27 લોકોનાં મોત થયા છે.આમ ચક્રવાત તોફાનથી થઇ રહેલુ નુકસાન હજુપણ અન્ય કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે.આમ વરસાદ સતત ચાલુ રહેતા બચાવ કામગીરીમાં પણ અવરોધ ઉભો થઇ રહ્યો છે.જેમાં ભારે વરસાદ અને પૂરને કારણે રસ્તા તૂટી ગયા હોવાને કારણે બચાવ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે.ભારે નુકસાન પહોંચાડનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડુ મસેરોજાથી દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં પણ પહોંચવાની શંકા છે ત્યારે તે ઓસ્ટ્રેલિયા તરફ દક્ષિણમાં આગળ વધી રહ્યું છે.

આમ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના જણાવ્યા મુજબ નવેસરથી આવેલા પૂરને કારણે વધુ 33 લોકોનાં મોત થયા છે અને 70 લોકો ગુમ થયા છે.જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.જેમાં પૂરને કારણે મોટી સંખ્યામાં મકાનોને પણ નુકસાન થયું છે.કેટલાક મકાનો તણાઇ ગયા છે તો કેટલાક મકાનોને ભારે નુકસાન થયું છે ત્યારે અનેક લોકો ઘરવિહોણા બની ગયા છે.