લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરમાં 41લોકોના મોત થયા,અનેક મકાનો ધરાશાયી

ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે 41થી વધુ લોકો માર્યા ગયા છે.જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘરવિહોણા થઇ ગયા છે. આમ ઇસ્ટ નુસામાં આવેલા પહાડી વિસ્તાર પરથી ભુસ્ખલન થતા મોટી સંખ્યામાં માટી નીચે પડી હતી જેને કારણે અનેક લોકોના ઘરો દટાઇ ગયા હતા.જેમાં રેસ્ક્યૂ ટીમે અત્યારસુધીમાં 35 જેટલા મૃતદેહો રીકવર કર્યા છે,જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.આ સિવાય અનેક વિસ્તારોમાં વિજળી જતી રહેવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ માઠી અસર પહોંચી રહી છે.

આમ ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અવારનવાર થતુ રહે છે.જ્યાં 17,000 જેટલા નાના-મોટા ટાપુઓ આવેલા છે.જ્યા હજારો લોકો રહે છે.જ્યારે ઓયાંગ બયાંગ વિસ્તારમાં પુરને કારણે 50થી વધુ મકાનો નાશ પામ્યા હતા.