વિશ્વમાં ઇનોવેશન એટલે કે નવી શોધ મામલે દક્ષિણ કોરિયા આ વર્ષે સૌથી આગળ છે.બ્લૂમબર્ગે જારી કરેલા આ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ભારત 50મા ક્રમે છે પણ સારી વાત એ છે કે ગત વર્ષની તુલનાએ ભારતે 4 ક્રમની આગેકૂચ કરી છે.આમ દક્ષિણ કોરિયાએ ગત વર્ષે પ્રથમ ક્રમે રહેલા જર્મનીને પાછળ છોડ્યું છે.જર્મની નવા ઇન્ડેક્સમાં ચોથા ક્રમે આવી ગયું છે.9 વર્ષથી પ્રકાશિત થતા આ ઇન્ડેક્સમાં 7 વખત કોઇ એશિયાઇ દેશ મોખરે રહ્યો છે.સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડ આ વખતે 1-1 ક્રમની આગેકૂચ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.બ્લૂમબર્ગ ઇન્ડેક્સ 10થી વધુ માપદંડનું વિશ્લેષણ કરે છે જેમાં રિસર્ચ-ડેવલપમેન્ટ ખર્ચ,મેન્યુફેક્ચરિંગ ક્ષમતા,હાઇટેક પબ્લિક કંપનીઓનું વધવું તથા સેવન ઇક્વલિટી વેઇટેજ મેટ્રિક્સ મુખ્ય માપદંડ છે.આમ બ્લૂમબર્ગનો મોટાભાગનો ડેટા કોરોના મહામારી પહેલાં જ આવી ગયો હતો.
આમ 200થી વધુ દેશોના અર્થતંત્રનો વિવિધ માપદંડો પર ડેટા લેવાય છે.જેમાથી ઇન્ડેક્સમાં ટોપ 60 દેશોની યાદી જારી કરાય છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved