લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આઇ.એન.એસ કરંજ આગામી 10 માર્ચે ભારતીય નૌસેનામા સામેલ થશે

ભારતીય નૌસેના આગામી 10 માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઇ.એન.એસ કરંજને સેનામાં સામેલ કરશે.ભારતીય નૌસેનાએ પહેલેથી જ આઇ.એન.એસ કલવરી અને આઇ.એન.એસ ખાંદેરીને સેનામાં સામેલ કરેલી છે.મુંબઈ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ પર સ્કોર્પિયન શ્રેણીની આ ત્રીજી સબમરીન આઇ.એન.એસ કરંજને વર્ષ 2018ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી.

આમ આઇ.એન.એસ કરંજ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત એમ.ડી.એલ દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે.કરંજ એક સ્વદેશી સબમરીન છે જેને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવી છે.આ સાથે જ ભારતે સબમરીન બનાવનારા દેશ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.એમ.ડી.એલ ભારતીય નેવીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી ક્ષમતા સાથે પૂર્ણ કરનાર ભારતના પ્રમુખ શિપયાર્ડ પૈકીનું એક છે.સ્કોર્પિયન સબમરીન કરંજ ચોક્કસ નિશાન તાકી શકે છે.કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો પણ કરી શકે છે.તેમાં સપાટી પર પાણીની અંદરથી દુશ્મન પર હુમલો કરવાની ખાસીયત છે.કરંજ સબમરીન 67.5 મીટર લાંબી,12.3 મીટર ઉંચી અને 1565 ટન વજનની છે,કરંજ રડારની પકડમાં નહીં આવી શકે તેમજ જમીન પર હુમલો કરવામાં પણ સક્ષમ છે.આ સિવાય લાંબાસમય સુધી પાણીમાં રહી શકે છે કરંજ સબમરીન