લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.પી.એલ 2021- પ્રથમ મેચમાં મુંબઇના ક્વિંટન ડીકોક બહાર થયા,મુંબઇને ઝટકો

આજથી આઇ.પી.એલની ૧૪મી સિઝનની શરૂઆત થઇ રહી છે.ત્યારે પ્રથમ મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.જે પ્રથમ મેચમાં રોહિત શર્મા સાથે પાછલી સિઝનમાં ઓપનિંગ કરનાર વિકેટકીપર બેસ્ટમેન ક્વિંટન ડીકોક રમતો જોવા નહીં મળે.ત્યારે રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે? તે જોવું રહેશે.આમ છેલ્લા બે વર્ષથી રોહિત શર્મા અને ડીકોક ઓપનિંગ કરી મુંબઇ ઇન્ડિયન્સને સારી શરૂઆત અપાવે છે.વર્તમાન સમયમાં ડિકોક આઇ.પી.એલના નિયમો હેઠળ 7 દિવસનું ક્વોરન્ટાઇન પૂરું કરી રહ્યો છે.જે કારણથી તે પ્રથમ મેચ નહીં રમે.ત્યારે મુંબઇના બીજા વિકેટકીપર ઇશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.ત્યારે ડાબા અને જમણા હાથનું ઓપનિંગ કોમ્બિનેશન પણ જળવાઇ શકે છે.