લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સૌરાષ્ટ્રના ખેલાડી ચેતન સાકરીયાનું આઈ.પી.એલમાં ડ્રિમ ડેબ્યુ થયું,ત્રણ વિકેટ ઝડપી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી મેચમાં સૌરાષ્ટ્ર વતી રમતા ફાસ્ટબોલર ચેતન સાકરીયાને ટીમમાં તક મળી છે.ત્યારે તેણે તેની પ્રથમ મેચમાં જબરદસ્ત પરફોર્મન્સ આપી એક ડ્રીમ ડેબ્યુ કર્યું છે.આમ મૂળ ભાવનગરનો ચેતન સાકરીયા ભારતીય ડોમેસ્ટિક સીઝનમાં સૌરાષ્ટ્ર ટીમ વતી રમે છે.તેમજ આ વખતે તેને આઇ.પી.એલની રાજસ્થાન રોયલ્સ માટે રમવાની તક મળી છે.ત્યારે આજે તેણે પ્રથમ મેચમાં ૪ ઓવરમાં ૩૧ રન આપી 3 વિકેટ ઝડપી હતી.જેમાં તેણે કે.એલ.રાહુલ,મયંક અગ્રવાલ અને રિચર્ડસનની વિકેટ મેળવી હતી.આ ઉપરાંત પંજાબના નિકોલસ પુરનનો કેચ ઝડપ્યો હતો.આમ તેને જયદેવ ઉનડકટના સ્થાને રમવાની તક મળી છે.