લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / કોલકાતાના બે ખેલાડી અને ચેન્નઈ ટીમના ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા

ઈન્ડિયન પ્રિમીયર લીગની 14મી સીઝનનું આયોજન ભારતમાં કોરોના વાયરસ મહામારી વચ્ચે થયું છે.ત્યારે બાયો-બબલમા ટૂર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે.જેમાં પ્રારંભે કોરોનાના અમુક કેસ મળ્યા પણ હતા પરંતુ ટૂર્નામેન્ટ ઉપર તેની કોઈ અસર નહોતી પડી.પરંતુ અમદાવાદમાં રોકાયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સના 2 ખેલાડીઓને કોરોના હોવાનુ સામે આવતા દોડધામ થઈ જવા પામી છે.જેના કારણથી આજે રમાનાર કોલકત્તા-બેંગ્લોર વચ્ચેની મેચને રદ્દ કરી નાખવામા આવી છે.આમ આ સિવાય દિલ્હી ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ સ્ટાફના 5 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે આ ઉપરાંત ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમના 2 સ્ટાફ મેમ્બર પણ કોરોના પોઝિટીવ આવતાં દિલ્હીમાં આઈપીએલની મેચ આગામી 8 મે સુધી ટાળી દેવામાં આવી છે.કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના વરુણ ચક્રવર્તી,સંદીપ વોરિયરને કોરોના થયો હોવાનું નિદાન થતાં તેમને ટીમથી અલગ કરી આઈસોલેટ કરી દેવામાં આવ્યા હોવાનું અને હાલ તેમની તબિયત ઠીક હોવાનું જાણવા મળી રહ્યું છે.